VIDEO: દિલ્હીમાં વિરોધ પહેલાં વિદ્યાર્થીઓની પોલીસમાં ફરિયાદ
સોર્સ : gstv
દિલ્હીમાં 10 ઑક્ટોબરે યોજાનારા સીજેપી પાર્ટીના વિરોધ પ્રદર્શન પહેલાં વિદ્યાર્થીઓના એક જૂથે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીઓએ સીજેપીના પ્રમુખ અભિજીત દીપકે સામે ફરિયાદ આપતાં અગાઉના જંતરમંતરના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હોવાનો દાવો કર્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા છે. તેમણે પોલીસને જાહેર સુવિધા અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોલીસ તરફથી તેમની ફરિયાદ સ્વીકારવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી અંગે આશ્વાસન મળ્યું છે.

