VIDEO: વિદ્યાર્થી નેતા હોસ્પિટલમાં દાખલ
સોર્સ : gstv
ઝારખંડના રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે વિરોધ પ્રદર્શનના નેતા દેવેન્દ્ર મહતોને તબિયત લથડતાં હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આંદોલન દરમિયાન તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ICUમાં તબીબી સારવાર હેઠળ છે. હોસ્પિટલની બહાર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. વિદ્યાર્થી આંદોલનને લઈને રાંચીમાં સ્થિતિ પર પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હોસ્પિટલ બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

