Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : storm hit Mumbai! 35 injured as iron hoarding falls on petrol pump

VIDEO: વાવાઝોડાએ મુંબઈને ઘમરોળ્યું! પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 35 લોકો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 13 May 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: વાવાઝોડાએ મુંબઈને ઘમરોળ્યું! પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 35 લોકો ઘાયલ

મુંબઈ: પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 35 લોકો ઘાયલ; અધિકારીઓનું કહેવું છે કે વધુ 100 લોકો ફસાયા હોવાની આશંકા છે.

App Store

મુંબઈમાં વાવાઝોડાના કારણે ધૂળની ડમરીઓ ઉડી છે. જેના કારણે આકાશમાં અંધારું થઈ ગયું છે. વરસાદના કારણે મુંબઈના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ તબાહીના અહેવાલ છે.

ઘાટકોપરમાં રસ્તાઓ પર ટ્રાફિક થંભી ગયો, 100 ફૂટ લાંબુ હોર્ડિંગ પડ્યું

વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અચાનક હવામાનમાં આવેલા બદલાવને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર વાહન વ્યવહાર થંભી ગયા હતા. તોફાનથી બચવા માટે લોકોએ ઘણી જગ્યાએ આશ્રય લીધો હતો. આ વાવાઝોડાને કારણે મુંબઈના ઘાટકોપરમાં 100 ફૂટ લાંબું બિલબોર્ડ ઉખડી ગયું અને પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘણા વાહનો અને ઘણા લોકો ફસાયા છે જયારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.