VIDEO: પરેલ-ચિંચપોકલીમાં પથ્થરમારો: પોલીસ તૈનાત
સોર્સ : gstv
મુંબઈના પરેલ અને ચિંચપોકલી વિસ્તારમાં બે જૂથો વચ્ચે અચાનક હિંસક અથડામણ થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વધતાં બંને પક્ષો દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો અને સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે કડક પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી . હિંસા આચરનારા શંકાસ્પદ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

