Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Stayed in the same place for 17 years! SIT's red eye against Ram Mandir control room in-charge

17 વર્ષથી એક જ જગ્યાએ તહેનાત! રામ મંદિર કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ સામે SITની લાલ આંખ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
17 વર્ષથી એક જ જગ્યાએ તહેનાત! રામ મંદિર કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ સામે SITની લાલ આંખ
સોર્સ : gstv

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી મામલે એક મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર કાંડની તપાસ કરી રહેલી SITએ પોતાના રિપોર્ટમાં CCTV કંટ્રોલ રૂમની દેખરેખ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ચોરીના આ કેસમાં હવે પોલીસના વાયરલેસ ડિપાર્ટમેન્ટના અધિકારી અર્જુન દેવ પણ સીધા તપાસના ઘેરામાં આવી ગયા છે. વાસ્તવમાં જે રૂમમાં નોટોની ગણતરી થતી હતી, ત્યાં લાગેલા CCTV કેમેરા દ્વારા નજર રાખવાની મુખ્ય જવાબદારી આ જ અધિકારી પાસે હતી. આ ખુલાસા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

App Store

અર્જુન દેવ અન્ય કામોમાં વધુ એક્ટિવ રહેતા

તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, અર્જુન દેવ પોતાની મૂળ જવાબદારી સંભાળવાને બદલે ટ્રસ્ટના અન્ય કામોમાં જરૂર કરતાં વધુ એક્ટિવ રહેતા હતા. મંદિર પરિસરની અંદર VVIP લોકોને દર્શન કરાવવાથી લઈને સમગ્ર મેનેજમેન્ટ સુધીના કામોમાં તેમની સીધી દખલગીરી હતી. રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવની જેમ જ અર્જુન દેવની આ ભૂમિકાએ હવે તપાસ ટીમની શંકા પ્રબળ બનાવી દીધી છે. SIT રિપોર્ટ પ્રમાણે આટલી મોટી સુરક્ષા ચૂક પાછળ આ લોકોની બેદરકારી એક મોટું કારણ રહી છે.

17 વર્ષથી અયોધ્યાથી બદલી પણ થઈ નથી

આ મામલાનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે અર્જુન દેવ વર્ષ 2009થી, એટલે કે છેલ્લા 17 વર્ષથી અયોધ્યામાં જ તહેનાત છે. આ લાંબા સમયગાળા દરમિયાન કેટલીય વખત તેમના ટ્રાન્સફર ઓર્ડર જાહેર થયા, પરંતુ દરેક વખતે તેઓ તેને રોકાવવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં જ લખનઉથી જાહેર થયેલી તેમની બદલી પણ આ જ કારણે રદ થઈ ગઈ હતી.

ચંપત રાય સહિત ટ્રસ્ટના અનેક પદાધિકારીઓ સાથે અર્જુન દેવ નજીકના સંબંધો

તપાસમાં સામે આવ્યું છે કે ચંપત રાય સહિત ટ્રસ્ટના અનેક પદાધિકારીઓ સાથે અર્જુન દેવના ખૂબ જ નજીકના સંબંધો છે. આ ઊંચી પહોંચ અને મોટા કનેક્શનના કારણે જ તેમનું ટ્રાન્સફર વારંવાર અટકી જતું હતું. હવે SITએ પોતાના રિપોર્ટમાં આ બાબતે સખત વાંધો ઉઠાવ્યો છે કે સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના પદો પર બેઠેલા લોકોની જરૂર કરતાં વધુ દખલગીરી જ આ મોટી ચોરીનું મુખ્ય કારણ બની છે.

હાલમાં રિપોર્ટમાં કેટલાય સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આગળની કાર્યવાહી તપાસ એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓના નિર્ણય પર નિર્ભર રહેશે.