VIDEO: સોનમ વાંગચુકે ૧૯ સપ્ટેમ્બરથી લેહ ચલો આંદોલનની જાહેરાત કરી, કેન્દ્ર સરકારને આપી ચીમકી
સોર્સ : gstv
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે જાહેરાત કરી છે કે જો કેન્દ્ર સરકાર લદ્દાખની જમીન, સંસ્કૃતિ અને સ્થાનિક શાસનના રક્ષણની ખાતરી આપવામાં નિષ્ફળ જશે, તો આ આંદોલન દેશવ્યાપી વિરોધમાં ફેરવાશે. દિલ્હીથી વીડિયો સંદેશ શેર કરતા તેમણે જણાવ્યું કે લદ્દાખના પ્રતિનિધિઓ ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરવા આવ્યા છે. તેમણે માંગ કરી છે કે જ્યાં સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકશાહી માળખું ન બને, ત્યાં સુધી વહીવટીતંત્ર લદ્દાખનું સ્વરૂપ બદલી નાખે તેવા મોટા નિર્ણયો ન લે. વાંગચુકે ચેતવણી આપી છે કે જો યોગ્ય ખાતરી નહીં મળે, તો ૧૯ સપ્ટેમ્બરથી આંદોલન વધુ ઉગ્ર બનશે.

