VIDEO: સોલકી બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્યો
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ પામેલો સોલકી બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નવા પુલના નિર્માણથી કાલાકોટ અને સિયૌત વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો હતો . સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો માટે હવે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. વેપાર અને દૈનિક આવનજાવન માટે આ બ્રિજ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

