VIDEO: અયોધ્યામાં લઘુ ઉદ્યોગ સંમેલન યોજાયું
સોર્સ : gstv
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં લઘુ ઉદ્યોગ ભારતીનું ઔદ્યોગિક સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ઉત્તરપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરી અને ઊર્જા મંત્રી એ.કે. શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ, ઉદ્યોગકારોને મળતી સુવિધાઓ અને રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંમેલનમાં વિવિધ ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અયોધ્યામાં યોજાયેલા આ સંમેલન દરમિયાન ઉદ્યોગકારો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા. કાર્યક્રમના દૃશ્યો સામે આવ્યા છે.

