Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Six Naxalites killed in encounter in Chhattisgarh

છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક મહિલા સહિત છ નક્સલી ઠાર મરાયા; ત્રણ ગ્રામીણની હત્યા બાદ કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક મહિલા સહિત છ નક્સલી ઠાર મરાયા; ત્રણ ગ્રામીણની હત્યા બાદ કાર્યવાહી

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એક અથડામણમાં એક મહિલા નક્સલી સહિત છ નક્સલીઓને ઠાર માર્યા છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી છે.

App Store

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ચિકુરભટ્ટી અને પુસબકા ગામના જંગલમાં અથડામણમાં સુરક્ષાદળોએ છ નક્સસીઓને ઠાર માર્યા છે જેમાં એક મહિલા નક્સલી પણ સામેલ છે.

અથડામણમાં નક્સલીઓના શબ સાથે હથિયાર પણ જપ્ત

બીજાપુર પોલીસ કમિશનર જિતેન્દ્ર યાદવે અથડામણની પૃષ્ટી કરતા કહ્યું, “નક્સલીઓના પ્લાટૂન નંબર 10 સાથે અથડામણ થઇ છે. શબ સાથે હથિયાર પણ જપ્ત થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે ત્રણ ગ્રામીણોની હત્યા બાદ સુરક્ષા દળના જવાન પોલમપલ્લી, ચિકુરભટ્ટી વિસ્તારમાં ગયા હતા. જ્યાં ચિકુરભટ્ટી અને તાલપેરૂ નદીના કિનારે અથડામણ થઇ છે.

ત્રણ મહિનામાં છત્તીસગઢમાં 31 નક્સલી ઠાર

છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયના નેતૃત્વ ધરાવતી ભાજપ સરકારના સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધી એન્કાઉન્ટરમાં 31 નક્સલીને ઠાર મારવામાં આવ્યા છે. માત્ર ત્રણ મહિનામાં માઓવાદીઓના માર્યા જવાની સંખ્યા 2023થી વધારે છે. 2023માં સુરક્ષાદળોની કાર્યવાહીમાં 18 માઓવાદી માર્યા ગયા હતા.

માર્ચમાં જ 17 નક્સલીઓનું એન્કાઉન્ટર

માત્ર માર્ચ મહિનામાં જ 17 નક્સલીઓને સુરક્ષાદળના જવાનોએ ઠાર માર્યા છે. નક્સલીઓ વિરૂદ્ધ સુરક્ષાદળના જવાનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. માઓવાદી ખાસ કરીને સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવે છે.