Electoral bond / સિલ્ક્યારા ટનલ બનાવનાર કંપનીએ ભાજપને 55 કરોડનું દાન આપ્યું, ટનલનો એક ભાગ પડતા 41 મજૂરો ફસાયા હતા

Electoral bond : હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (NEC) એ રૂ. 55 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને આખી રકમ ભારતીય જનતા પાર્ટી (BJP)ને દાનમાં આપી દીધી. ચૂંટણી પંચે આ માહિતી આપી છે.
NEC ઉત્તરાખંડમાં સિલ્ક્યારા-બરકોટ ટનલ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે, જેનો એક ભાગ ગયા વર્ષે તૂટી પડ્યો હતો.
12 નવેમ્બર, 2023 ના રોજ નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં કુલ 41 મજૂરો ફસાયા હતા. લાંબા સંઘર્ષ બાદ 28 નવેમ્બરે આ મજૂરોને બચાવી શકાયા હતા.
NEC એ 19 એપ્રિલ, 2019 અને ઓક્ટોબર 10, 2022 વચ્ચે રૂ. 1 કરોડના મૂલ્યના 55 ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
સિલ્ક્યારા-બરકોટ ટનલ પ્રોજેક્ટને 2018 માં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ 2022માં પૂર્ણ થવાનો હતો, પરંતુ તેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
આ સંદર્ભે નવયુગ એન્જિનિયરિંગને મોકલવામાં આવેલા પ્રશ્નોના કોઈ જવાબો મળ્યા નથી.

