Video: શુભાંશુ શુક્લા PM મોદીને મળ્યા, અવકાશ યાત્રાના જણાવ્યા અનુભવો
સોર્સ : X
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર જનારા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે પીએમ મોદીને મળ્યા હતા. શુભાંશુ આજે પીએમ મોદીને મળવા માટે પીએમ નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. શુક્લાએ ISS પરથી લેવામાં આવેલી પૃથ્વીની તસવીરો પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજુ કરી હતી.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જઈને ઇતિહાસ રચનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સોમવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદીને અવકાશ યાત્રા વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને ગળે લગાવીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમની સિદ્ધિની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન શુભાંશુ શુક્લાએ પીએમ મોદીને અવકાશ યાત્રા અને તેમના અનુભવ વિશે જણાવ્યું હતું. તેમણે પીએમ મોદીને તેમના પ્રયોગો વિશે પણ માહિતી આપી હતી.

