Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shravan Shivratri: Devotees have darshan of Lord Shiva at Delhi's Gauri Shankar Temple

VIDEO: શ્રાવણ શિવરાત્રી: દિલ્હીના ગૌરી શંકર મંદિરે ભક્તોએ કર્યા ભગવાન શિવના દર્શન

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના પ્રખ્યાત ગૌરી શંકર મંદિર ખાતે શ્રાવણ શિવરાત્રીના પાવન અવસરે સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસે ભગવાન શિવના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે દૂર-દૂરથી ભક્તો મંદિરે પહોંચ્યા હતા. "હર હર મહાદેવ" અને "ઓમ નમઃ શિવાય" ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દૂધ, બેલપત્ર અને ધતુરા ચડાવીને પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.  ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર્ણિમાંત પંચાંગને અનુસરવામાં આવે છે. તેમાં મહિનો પૂર્ણિમાએ પૂરો થાય છે. તેથી ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 30 જુલાઈથી 28 ઓગસ્ટ  સુધી મનાવવામાં આવે છે.  અને આજે  શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે શ્રાવણ શિવરાત્રીને લઈને ભક્તોનો ધસારો જોવા મળ્યો.. 

App Store