VIDEO: રાહુલ ગાંધીને ઝટકો: બોમ્બે હાઈકોર્ટે બદનક્ષી કેસમાં સમન્સ રદ કરવાની અરજી ફગાવી
સોર્સ : gstv
બોમ્બે હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ૨૦૧૯ની બદનક્ષી સંબંધિત ટિપ્પણી કેસમાં સમન્સ રદ કરવાની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ એન.આર. બોરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદી ભાજપના અગ્રણી ચહેરો છે, તેથી તેમના વિરુદ્ધની ટિપ્પણી પાર્ટીના સભ્યોને અસર કરે છે. ફરિયાદી એમ.એચ. શ્રીમલ ભાજપના સક્રિય સભ્ય હોવાથી તેઓ કેસ દાખલ કરવા માટે પાત્ર છે. જોકે, કોર્ટે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે છ અઠવાડિયા સુધી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી રાહત આપી છે.

