VIDEO: ચૂંટણી પંચમાં મતભેદના અહેવાલ પર શિવસેના-UBT નેતા સંજય રાઉતે ગંભીર આરોપ, કહ્યું: ચૂંટણી પંચ સંપૂર્ણપણે દબાણમાં કામ કરી રહ્યું છે.
સોર્સ : gstv
ચૂંટણી પંચમાં મતભેદના અહેવાલ પર શિવસેના-UBT નેતા સંજય રાઉતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે દબાણમાં કામ કરી રહ્યું છે. સંજય રાઉતે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપો કરતા દેશ અને લોકશાહી પ્રત્યે અપ્રામાણિક અને ભ્રષ્ટ ગણાવ્યા છે. તેમણે સીધો હુમલો કરતા જણાવ્યું કે મુખ્ય ચૂંટણી આયુક્ત ગૃહમંત્રી અમિત શાહના એજન્ટ અને પન્ટર તરીકે કામ કરી રહ્યા છે. રાઉતે માંગ કરી છે કે દેશના ગુનેગાર સમાન આ અધિકારીને તાત્કાલિક ધોરણે પદ પરથી બરખાસ્ત કરવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેમની સામે ક્રિમિનલ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરીને કેસ નોંધવો જોઈએ. ફોર્મ 6માં ફેરફાર અંગેના અહેવાલો વચ્ચે રાઉતના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે

