Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shiv Sena Splits: Shinde’s Strike Was Most Lethal

બાળ ઠાકરેથી ઉદ્ધવ સુધી શિવસેના 6 વાર તૂટી, પણ એકનાથ શિંદેનો પ્રહાર હતો સૌથી ઘાતક

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બાળ ઠાકરેથી ઉદ્ધવ સુધી શિવસેના 6 વાર તૂટી, પણ એકનાથ શિંદેનો પ્રહાર હતો સૌથી ઘાતક
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના રાજકારણમાં [Politics] અત્યારે સૌથી મોટા સમાચાર શિવસેના (યુબીટી) માં ફરી એકવાર સંભવિત ભંગાણને લઈને આવી રહ્યા છે. લોકસભાના સ્પીકર [Lok Sabha Speaker] ઓમ બિરલા ગુરુવારે ઉદ્ધવ ઠાકરે જૂથના અલગ થયેલા સાંસદોને સત્તાવાર માન્યતા આપી શકે છે તેવી ચર્ચા છે. જો આમ થશે, તો શિવસેનાના ઈતિહાસમાં આ છઠ્ઠું મોટું ભંગાણ હશે. વર્ષ 1970 ના દાયકાથી શરૂ કરીને 2026 સુધી, શિવસેનાએ ક્યારે અને કેવી રીતે મોટી બગાવતનો સામનો કર્યો છે, તેનો સંપૂર્ણ અહેવાલ નીચે મુજબ છે.

App Store
  • ૨૦૨૬ની નવી કટોકટી: શિવસેના UBT ના 6  સાંસદો ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે જૂથ સાથે જોડાય તેવી પ્રબળ શક્યતા.

  • ઇતિહાસનું પુનરાવર્તન: જો 6  સાંસદો પક્ષ છોડશે, તો ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર ૩ સાંસદો જ બચશે.

  • સૌથી મોટો આંચકો: 2022 માં એકનાથ શિંદેના કારણે પક્ષનું નામ અને ધનુષ-બાણનું પ્રતીક [Party Symbol] પણ હાથમાંથી ગયું હતું.

શિવસેનામાં ક્યારે-ક્યારે પડ્યું ભંગાણ ?

1970 નો દાયકો: પહેલી નાની તિરાડ

પક્ષના સ્થાપક દિવંગત બાળ ઠાકરે [Bal Thackeray] અને મુંબઈના તત્કાલીન નેતા બંધુ શિંગરે વચ્ચેના વિવાદ બાદ શિંગરેએ અલગ થઈને 'પ્રતિ શિવસેના' નામનો પક્ષ સ્થાપ્યો હતો. જો કે, આ જૂથ મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યું નહોતું.

ડિસેમ્બર 1991 : છગન ભુજબળની બગાવત [Chhagan Bhujbal's Revolt]

બાળ ઠાકરેના સમયગાળામાં આ શિવસેનાનો પહેલો મોટો આંચકો હતો. તત્કાલીન વિધાનસભાના વિપક્ષી નેતા [Leader of Opposition] છગન ભુજબળે 18 ધારાસભ્યોના સમર્થન સાથે બળવો કર્યો હતો. જો કે, માત્ર ૬ ધારાસભ્યો જ સ્પીકર સમક્ષ હાજર થઈ શક્યા હતા. આ અલગ થયેલા જૂથને શિવસેના બી' તરીકે માન્યતા મળી અને પાછળથી તેઓ કોંગ્રેસ [Congress] માં જોડાઈ ગયા હતા.

જુલાઈ 2005 : નારાયણ રાણેની વિદાય [Narayan Rane's Exit]

1999 માં થોડા મહિનાઓ માટે મુખ્યમંત્રી [Chief Minister] બનેલા નારાયણ રાણે, બાળ ઠાકરે દ્વારા ઉદ્ધવ ઠાકરેને પોતાના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કરવાથી નારાજ હતા. રાણેએ 42 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો, પરંતુ અંતે માત્ર 9  ધારાસભ્યો તેમની બેઠકમાં આવ્યા. રાણે કોંગ્રેસમાં જોડાયા જેનાથી શિવસેનાને કોંકણ વિસ્તારમાં મોટું નુકસાન થયું હતું. હાલમાં તેઓ ભાજપમાં છે.

2006 : પિતરાઈ ભાઈ રાજ ઠાકરે અલગ થયા [Raj Thackeray Founded MNS]

ઉદ્ધવ ઠાકરેને પક્ષની કમાન સોંપાતા નારાજ થઈને તેમના પિતરાઈ ભાઈ અને લોકપ્રિય નેતા રાજ ઠાકરેએ 2006 માં અલગ રસ્તો પકડ્યો. ધારાસભ્યો ન તૂટ્યા પરંતુ સંગઠનને મોટો ફટકો પડ્યો. તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના [MNS] ની સ્થાપના કરી, જેણે 2009 ની ચૂંટણીમાં 13 બેઠકો જીતી હતી.

2022 : એકનાથ શિંદેનો સૌથી ઘાતક પ્રહાર [Eknath Shinde's Coup]

આ શિવસેનાના ઈતિહાસની સૌથી મોટી અને વિનાશક ફૂટ હતી. એકનાથ શિંદેની આગેવાનીમાં 55  માંથી 40  ધારાસભ્યો બળવો કરીને અલગ થઈ ગયા. પરિણામે ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી [MVA] સરકાર પડી ગઈ. ચૂંટણી પંચે શિંદે જૂથને જ અસલી શિવસેના માનીને નામ અને પ્રતીક સોંપી દીધું, જ્યારે ઉદ્ધવ જૂથને 'શિવસેના UBT' અને મશાલ પ્રતીક મળ્યું.

2026 માં ફરી સંકટ: શું ઉદ્ધવ સેના ફરી તૂટશે? 

વર્ષ 2026 માં પક્ષ ફરી એકવાર મોટા ભંગાણના આરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ જૂથના 6  સાંસદોએ [MPs] લોકસભા સ્પીકરને સમર્થન પત્ર સોંપ્યો છે. ઉદ્ધવ ઠાકરે આ ભંગાણને રોકવા માટે શક્તિ પ્રદર્શન [Show of Strength] કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તમામ સાંસદો સંપર્કમાં છે. પરંતુ જો આ 6 સાંસદો સત્તાવાર રીતે શિંદે જૂથ સાથે જશે, તો ઉદ્ધવ ઠાકરે માટે આગામી સમયમાં પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવું વધુ મુશ્કેલ બની જશે.