VIDEO: ડૉક્ટર પર હુમલાનો મામલો શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને કોર્ટમાં કરાયા રજૂ
સોર્સ : gstv
મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરવાના આરોપમાં પકડાયેલા શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને આખરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કલ્યાણ કોર્ટે તેમની નાદુરસ્ત તબિયતના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવાની પોલીસની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને શારીરિક રીતે કોર્ટમાં હાજર કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. ધરપકડ બાદ છાતીમાં દુખાવો ઉપડતાં મ્હાત્રેને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, તબીબી સમીક્ષા બાદ ડોક્ટરોએ તેમની સ્થિતિ સ્થિર જાહેર કરી હોસ્પિટલમાંથી રજા આપતા જ પોલીસે આગળની કાનૂની અને કસ્ટડીની પ્રક્રિયા માટે તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જેને પગલે તબીબી આલમમાં આ કેસ પર નજર મંડાઈ છે.

