VIDEO: દિલ્હી યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા મુદ્દે SFIનું વિરોધ પ્રદર્શન
દિલ્હી યુનિયર્સિટી કેમ્પસમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મહિલા સુરક્ષા અને અન્ય પડતર માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા, રાત્રિ પેટ્રોલિંગ વધારવા, પૂરતી રસ્તાની લાઈટો લગાવવા અને જેન્ડર સેન્સિટાઇઝેશન કમિટીની પુનઃરચના કરવા જેવી મુખ્ય માંગણીઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્ર અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંગઠનના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે કેમ્પસમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે. શાંતિપૂર્ણ વિરોધને પગલે સ્થળ પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓએ વહીવટી તંત્રને પોતાની માગણીઓનું આવેદનપત્ર સુપ્રત કરીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

