VIDEO: દિલ્હી હાઈકોર્ટમાં સાત નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને પગલે દિલ્હી હાઈકોર્ટમાં સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરી છે. નિવેદિતા અનિલ શર્મા અને નિશા સહાય સક્સેનાને ન્યાયાધીશ તરીકે, જ્યારે સંજય શર્મા, ભરત પરાશર, અદિતિ ચૌધરી, દિનેશ ભટ્ટ અને અરુણ ભારદ્વાજની પણ મદદનીશ ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે...રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલી આ યાદીમાંથી ગુરવિંદર પાલ સિંહનું નામ હાલ પૂરતું અટકાવી રાખવામાં આવ્યું છે. દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા ૬૦ છે. આ નવી નિમણૂકોથી કોર્ટની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

