VIDEO: દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત
સોર્સ : gstv
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર ડમ્પર સાથે થયેલા ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ દુર્ઘટના સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક બતાવવામાં આવી રહી છે. જ્યારે મૃતકના શબને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરને કબજે કરીને ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.

