VIDEO: રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએઃ રેખા ગુપ્તા
સોર્સ : gstv
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર આકરા આક્ષેપ કર્યા છે. રેખા ગુપ્તાએ દાવો કર્યો કે વિપક્ષ હકીકતથી દૂર વાતાવરણ ઊભું કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ સામે દેશદ્રોહનો કેસ નોંધવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે વિપક્ષ પોતાની નિષ્ફળતાઓ અને સરકારના વિકાસકાર્યોથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે પાયાવિહોણા મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે. તેમણે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર વિપક્ષ દ્વારા કરવામાં આવતા આરોપો અંગે સવાલો ઉઠાવ્યા અને અગાઉના શાસનકાળમાં ચૂંટણી પંચ સરકારોના ઇશારે કામ કરતું હોવાનો દાવો કર્યો.

