VIDEO: નવરાત્રી પહેલાં જમ્મુમાં સુરક્ષા સઘન
સોર્સ : gstv
જમ્મુમાં નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વના માર્ગો પર વિશેષ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને વાહનચાલકોની પૂછપરછ સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં મહિલા પોલીસ જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે.

