VIDEO: સિંધીયાએ ફરિયાદીને કહ્યું, હવે પછી આ ભાષા મારી સામે વાપરતા નહીં!
સોર્સ : gstv
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના લોકસભા બેઠકના સાંસદ છે અને તેઓ પોતાના વિસ્તારના પ્રવાસે હતા. સિંધિયા અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોની સમસ્યાઓ પણ સાંભળી. વાયરલ વીડિયોમાં સિંધિયા કારમાં બેસીને લોકો પાસેથી તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ દરમિયાન કેટલાક યુવકોએ ખરાબ રસ્તા અંગે ફરિયાદ કરી. યુવકોએ સિંધિયાને રસ્તાની સમસ્યા જણાવી અને લેખિતમાં ફરિયાદ પત્ર પણ સોંપ્યો. આ દરમિયાન ફરિયાદ પત્ર આપ્યા બાદ એક યુવકે કહી દીધું કે જો રસ્તો નહીં બને તો અમે મત નહીં આપીએ. યુવકના નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયા ગુસ્સે થઈ ગયા અને તેમણે કહ્યું કે હવે પછી આ ભાષા મારી સામે વાપરતા નહીં.

