‘દિલ્હી લીકર કૌભાંડમાં ભાજપના કેટલાક મોટા નેતા સામેલ, કેજરીવાલને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા’- સંજય સિંહનો મોટો આરોપ
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદ કરી

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન સંજય સિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સૌથી મોટુ કૌભાંડ ભાજપે કર્યું છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, “આજે હું તમારી સામે હાજર છું અને તમને જણાવવા માટે આવ્યો છું કે કેવી રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું… હું એ પણ જાહેર કરીશ કે આ દારૂનું કૌભાંડ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સામેલ છે…”
સંજય સિહે કહ્યું કે, સાક્ષીઓના નિવેદન બળજબરી બદલવામાં આવ્યા. દિલ્હી લીકર નીતિ મામલે એક આરોપી માંગૂટા રેડ્ડીની તસવીર પીએમ મોદી સાથે છે. 16 જુલાઇએ આ અમારી વિરૂદ્ધ નિવેદન આપે છે. ભાજપના ષડયંત્રમાં સામેલ થઇ જાય છે, તે બાદ 18 જુલાઇએ તેને જામીન પણ મળી જાય છે, તેનો પીએમ મોદી સાથે શું સંબંધ છે? આ પીએમ મોદીની તસવીર લગાવીને વોટ માંગી રહ્યો છે, TDPએ તેને ટિકિટ આપી છે, આ પાર્ટી NDAમાં સામેલ છે.
મહત્ત્વપૂર્ણ છે કે સિંજય સિંહને સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર નીતિ કેસમાં જામીન આપ્યા છે. તે બાદ બુધવાર સાંજે તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં EDએ AAPના નેતાની ધરપકડ કરી હતી. આ મામલે 21 માર્ચે તપાસ એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલ તિહાડ જેલમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.






