શાહરૂખ ખાન અને ગૌરી ખાનની કંપની સામે માનહાનિનો કેસ, સમીર વાનખેડેએ છબી ખરાબ કરવાનો લગાવ્યો આરોપ

પૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાન ડ્રગ્સ કેસ સાથે જોડાયેલી વેબ સિરીઝ 'ધ બેડ બૉય્ઝ ઓફ બોલિવૂડ'માં પોતાના ચિત્રણને લઇને નેટફ્લિક્સ, શાહરૂખ ખાન અને સિરીઝના નિર્માતાઓ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં કેસ નોંધ્યો છે. વાનખેડેએ શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને અન્ય પક્ષો પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે, જેને તે કેન્સર પીડિતોના સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરવાની વાત કરી રહ્યા છે.
સમીર વાનખેડેએ કહ્યું કે, તેમણે દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે જેમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય વિરૂદ્ધ વળતરની માંગ કરી છે.
સમીર વાનખેડેએ 2 કરોડનું વળતર માંગ્યુ
આર્યન ખાનની વેબ સિરીઝ The Ba***ds of Bollywoodમાં એક સીનમાં જ્યારે એક રોલ 'સત્યમેવ જયતે' કહે છે તો બીજો તેને મિડલ ફિંગર બતાવીને અશ્લીલ ઇશારો કરે છે. 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય પ્રતીકનો ભાગ છે માટે તેના પર મિડલ ફિંગર બતાવવી રાષ્ટ્રી સમ્માન અપમાન નિવારણ અધિનિયમ 1971ની જોગવાઇનું ગંભીર અને સંવેદનશીલ ઉલ્લંઘન છે.ટ
સિરીઝની સામગ્રી સૂચના પ્રોધોગિકી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ જોગવાઇનું ઉલ્લંઘન કરે છે, કારણ કે આ અશ્લીલ અને આપત્તિજનક સામગ્રીના ઉપયોગના માધ્યમથી રાષ્ટ્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ છે. સમીર વાનખેડેએ આ તમામ આરોપોને પોતાના કેસમાં લગાવતા 2 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.આ રકમને તે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને કેન્સરના પીડિતોની સારવાર માટે દાન કરશે.

