VIDEO: બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં સફારી શરૂ
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બાંધવગઢ ટાઈગર રિઝર્વના કોર એરિયામાં ચોમાસાના વિરામ બાદ જંગલ સફારી ફરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન વન્યજીવોના સંવર્ધન અને સુરક્ષા માટે ત્રણ મહિના સુધી કોર એરિયા પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. હવે રસ્તાઓની મરામત પૂર્ણ થતાં તાલા, મગધી અને ધમોખર જેવા પ્રખ્યાત ઝોનમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રથમ દિવસે જ પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ વાઘ સહિત વિવિધ વન્યજીવોના દીદાર કરવા માટે ભારે ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા. સફારી પુનઃ શરૂ થતાં વિસ્તારના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક ગાઈડોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

