આસામના ગુવાહાટી સહિત સમગ્ર રાજ્યમાં રોંગાલી બિહુ પર્વની ઉત્સાહભેર શરૂઆત થઈ છે. આસામી નવું વર્ષ અને લણણીની મોસમનો આ તહેવાર લોકોમાં ભારે ઉમંગ લઈને આવ્યો છે. ગુવાહાટીના વિવિધ મેદાનો અને સાંસ્કૃતિક કેન્દ્રો પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આસામની સમૃદ્ધ પરંપરાના દર્શન થાય છે.