બિહારમાં પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે જ RJDએ કરી દીધું છે સરેન્ડર, ભાજપનો પ્રહાર

બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મતદાન મથકોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હોવાના RJDના આરોપની નિંદા કરતા BJP સાંસદ રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો કે તેમને ક્યારેય અપેક્ષા નહોતી કે મતદાનના દિવસે બપોરે 12 વાગ્યામાં જ નિરાશ થઈને વિપક્ષો બૂમબરાડા પાડશે. RJD એ બપોરે 12 વાગ્યે શરણાગતિ સ્વિકારી લીધી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું, "જ્યારે સમગ્ર બિહારમાં મતદાન માટે આટલો ઉત્સાહ છે. મહિલાઓ મતદાન મથકો પર મોટી સંખ્યામાં લાઇનમાં ઉભી છે, ત્યારે RJD ને શું થયું છે? તે હતાશ છે? મતદાન ધીમું છે. ઘણી જગ્યાએ વીજજોડાણ કાપી નાંખ્યા છે.ચૂંટણી પંચે આનો ઉગ્ર વિરોધ કર્યો છે. આ બધું પાયાવિહોણું છે.
ભાજપના સાંસદે આરજેડી પર વધુ નિશાન સાધતા કહ્યું, "તેઓ કોઈ પુરાવા કે કંઈપણ આપશે નહીં. યોગ્ય રીતે ચૂંટણી લડો. તમારી હાર તો નિશ્ચિત છે, પણ તમે મેદાનમાંથી કેમ ભાગી રહ્યા છો? આ પ્રકારના દાવાઓ પાયાવિહોણા છે. હું મતદારોને બહાર આવીને મતદાન કરવા વિનંતી કરું છું. મને અપેક્ષા નહોતી કે આરજેડી નિરાશામાં બૂમો પાડવાનું શરૂ કરશે.
રાષ્ટ્રીય જનતા દળના આરોપોનો બિહાર ચૂંટણી પંચે જવાબ આપતા કહ્યું કે રાજ્યભરમાં સુચારુરૂપે મતદાન થઈ રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરી રહી છે.

