VIDEO: "આ લોકો કઈ દુનિયામાં જીવે છે?", ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનના નિવેદન પર RJD સાંસદ મનોજ ઝાનો પલટવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ નિવેદન સામે આક્રમક પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર તીક્ષ્ણ પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શાસક પક્ષના નેતાઓ કઈ દુનિયામાંથી ખોટા આંકડાઓ રજૂ કરે છે.
દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન મનોજ ઝાએ જણાવ્યું કે, "મને ખબર નથી કે આ લોકો કઈ દુનિયામાં જીવે છે, ક્યાંથી પોતાના આંકડા ભેગા કરે છે અને તે આંકડાઓને કઈ દ્રષ્ટિએ જુએ છે."
દેશની આર્થિક સ્થિતિ અને અસમાનતા મુદ્દે પડકાર ફેંકતા તેમણે ઉમેર્યું કે, જો સાચી ચર્ચા કરવી હોય તો બંધારણની કલમ 39 ના આધારે દેશની અર્થવ્યવસ્થાનું મૂલ્યાંકન કરવું જોઈએ. વર્ષ 2013માં દેશમાં આવકની અસમાનતા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કેટલું હતું અને આજે વર્તમાન સમયમાં સ્થિતિ શું છે, તેના પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ. મનોજ ઝાના આ નિવેદનને લઈને રાજકીય કોરિડોરમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

