Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RJD-BJP claim Will Nitish Kumar become Vice President?

શું નીતિશ કુમાર બનશે ઉપરાષ્ટ્રપતિ? RJD-ભાજપના દાવા પર JDUએ કરી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
શું નીતિશ કુમાર બનશે ઉપરાષ્ટ્રપતિ? RJD-ભાજપના દાવા પર JDUએ કરી સ્પષ્ટતા
સોર્સ : Google

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિના નામાને લઇને ચર્ચા શરૂ થઇ છે. આ વચ્ચે બિહારમાંથી ઉપરાષ્ટ્રપતિ પદને લઇને માંગ ઉઠી રહી છે. જગદીપ ધનખડના રાજીનામા પર RJDના ધારાસભ્ય મુકેશ રોશને દાવો કર્યો કે નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવા માટે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે પણ નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની માંગ કરી છે.

App Store

બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમાર રાજીનામું આપશે?

RJDના ધારાસભ્ય મુકેશ રોશને કહ્યું કે બિહારમાં ભાજપ ચૂંટણી સુધી પોતાના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આગળ પણ સરકાર બનાવવા પર પોતાનો મુખ્યમંત્રી બનાવશે. હવે પછીનું રાજીનામું મુખ્યમંત્રી નીતિશ કુમારનું હશે. RJDના ધારાસભ્યએ કહ્યું કે ભાજપ JDUને સમાપ્ત કરવા પર લાગેલી છે. નીતિશ કુમારના નજીકના નેતાઓને ભાજપે પોતાના પક્ષમાં કરી લીધા છે. ખેલા શરૂ થઇ ગયો છે.

નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવો-ભાજપના ધારાસભ્યની માંગ

ભાજપના ધારાસભ્યની આ માંગ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય હરિભૂષણ બચૌલે માંગ કરી છે કે નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે. આવું એટલા માટે કારણ કે વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 

JDUએ કરી સ્પષ્ટતા

RJD અને ભાજપના દાવા પર JDUએ સ્પષ્ટતા કરી છે. JDUના મંત્રી મદન સહનીએ કહ્યું કે, નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ નહીં બને. બિહારના મુખ્યમંત્રી છે, આગળ પણ રહેશે. RJD ખોટા પાયાવિહોણા દાવા કરી રહી છે. NDAમાં કોઇની સાથે બળજબરી કરવામાં આવતી નથી.

મદન સહનીએ કહ્યું કે જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોથી રાજીનામું આપ્યું છે, બળજબરી હટાવવામાં આવ્યા નથી, તેમના રાજીનામાને નીતિશ કુમાર સાથે જોડવામાં ના આવે.