'સોનિયા ગાંધી પાસે રહેલા પંડિત નેહરૂના દસ્તાવેજ પરત કરો', પ્રધાનમંત્રી મ્યુઝિયમે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં રિઝવાન કાદરીએ કહ્યું કે જવાહરલાલ નેહરૂ સાથે જોડાયેલા દસ્તાવેજના '51 ડબ્બા' પરત કરવામાં આવે. રિઝવાન કાદરીએ મહત્ત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ્સ પરત લેવામાં રાહુલ ગાંધીની મદદ માંગી છે.
અમદાવાદના ઇતિહાસકાર રિઝવાન કાદરીએ લખ્યો પત્ર
રિઝવાન કાદરીએ કહ્યું કે, 'UPAના શાસનકાળમાં 2008માં 51 ડબ્બામાં ભરીને નેહરૂના વ્યક્તિગત પત્ર સોનિયા ગાંધી પાસે પહોંચાડવામાં આવ્યા હતા. અમદાવાદના ઇતિહાસકાર રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે આ કાગળ એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઇસ્ટાઇન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરૂણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત વગેરેએ લખેલા હતા. PMMLના સભ્ય રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ પત્ર લખવામાં આવ્યો હતો.
PMML સોસાયટીએ ફેબ્રુઆરીમાં પોતાની AGMમાં સોનિયા ગાંધી પાસે રહેલા પત્રના વિષય પર ચર્ચા કરી હતી. તે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે કાનૂની સલાહ લેવામાં આવશે. જોકે, સભ્યોએ પહેલા પણ કેટલીક વખત નેહરૂના પત્ર ગાયબ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ 2024ની AGMમાં આ પ્રથમ વખત હતું અને સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તત્કાલીન UPA અધ્યક્ષે દાન કરેલા પત્ર 51 કાર્ટન લઇ લીધા હતા.
આ પણ વાંચો: ભાજપના રાજ્યસભા સાંસદને પૂજારીએ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા, જાતિગત ભેદભાવનો કરવો પડ્યો સામનો
રિઝવાન કાદરીએ પોતાના પત્રમાં શું લખ્યુ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખવામાં આવેલા પત્રમાં રિઝવાન કાદરીએ AGM વિશે જણાવ્યું છે. રિઝવાન કાદરીએ AGM મિનિટ્સનો હવાલો આપતા લખ્યુ, 'PMMLએ જણાવ્યું કે રેકોર્ડ અનુસાર, માર્ચ 2008માં એમવી રાજને જવાહરલાલ નેહરૂના દસ્તાવેજમાંથી પ્રાઇવેટ પત્ર અને સરકાર સંબંધિત પત્રને અલગ કરવા માટે PMMLની મુલાકાત લીધી હતી.વર્ષ 2008માં UPAનું શાસન હતું અને તે સમયે 51 ડબ્બામાં ભરીને નેહરૂના પત્ર સોનિયા ગાંધી પાસે પહોંચાડવામાં આવ્યા હતા. નેહરૂના આ પત્ર એડવિના માઉન્ટબેટન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડૂ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વિજયા લક્ષ્મી પંડિત, અરૂણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંતે લખેલા હતા. રિઝવાન કાદરીએ પત્રમાં લખ્યુ કે વિપક્ષના નેતા તરીકે હું તમને આ બાબતે સંજ્ઞાન લેવા વિનંતી કરું છું. જો કે રાહુલ ગાંધી તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

