VIDEO: ગંગાના જળસ્તરમાં વધારો, ઘાટોનો સંપર્ક તૂટ્યો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીની જળસપાટીમાં સતત થઈ રહેલા વધારાના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. નદીના પાણી કિનારા સુધી ફરી વળતાં વારાણસીના તમામ પ્રખ્યાત ઘાટોનો પરસ્પર સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. જળસ્તર ભયજનક સપાટી તરફ વધી રહ્યું હોવાથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ગંગા નદીમાં નૌકા વિહાર પર તાત્કાલિક અસરથી પૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ઘાટો પર પાણી ફરી વળવાના લીધે દૈનિક ગંગા આરતી પણ પરંપરાગત સ્થળના બદલે ઊંચાઈ વાળા સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવી છે. જળ પોલીસ અને એનડીઆરએફ ની ટીમોને ઘાટો પર તૈનાત કરવામાં આવી છે અને લોકોને નદી કિનારે ન જવાની તથા સતર્ક રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

