Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rise in the level of Ramganga river

VIDEO: રામગંગા નદીની સપાટીમાં વધારો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાંથી પસાર થતી રામગંગા નદીની જળસપાટીમાં પહાડી વિસ્તારોમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે ચિંતાજનક વધારો નોંધાયો છે. ઉપરી ગંગા ક્ષેત્ર અને પહાડોમાં સતત વરસી રહેલા પાણીને લીધે નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે કિનારાના નીચાણવાળા ગ્રામીણ વિસ્તારો પર પૂરનું જોખમ મંડરાઈ રહ્યું છે. જળસપાટી વધતાં જ જિલ્લા પ્રશાસન અને સિંચાઈ વિભાગ હરકતમાં આવી ગયા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીકાંઠાના ગામડોના લોકોને સાવચેત રહેવાની અને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે. પૂરની કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ ટુકડીઓને હાઈ એલેર્ટ પર રાખવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News