VIDEO: પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સતત ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડાતાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં ઝડપી વધારો થયો હતો . સંગમ ક્ષેત્ર તેમજ ઘાટો જળમગ્ન થઈ જતાં સ્થાનિક નિવાસીઓ, શ્રદ્ધાળુઓ અને વેપારીઓમાં પૂરનો ભય વ્યાપી ગયો છે. તટવર્તી નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું . સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી . સંભવિત પૂરની અસરથી લોકોને બચાવવા માટે રાહત કેમ્પોની તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હતી

