Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Retired paramilitary forces will go on hunger strike at Delhi's Jantar Mantar, a new movement from today!

અર્ધસૈન્ય દળના નિવૃત્ત જવાનો દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ કરશે, આજથી નવું આંદોલન!

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અર્ધસૈન્ય દળના નિવૃત્ત જવાનો દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ કરશે, આજથી નવું આંદોલન!
સોર્સ : gstv

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો જેમ કે સીઆરપીએફ, સીઆઇએસએફ વગેરેના નિવૃત્ત જવાનો દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ પર ઉતરવાના છે. આ તમામ દળો માટે લાગુ કરાયેલ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ ૨૦૨૬ને લઇને આ વિરોધ જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય દળોના જવાનો જુની પેંશન સ્કીમ ઓપીએસની વ્યવસ્થાને ફરી લાગુ કરવાની માગણી કરી રહ્યા છે.

App Store

 જુની પેંશન સ્કીમ ઓપીએસની વ્યવસ્થાને ફરી લાગુ કરવાની માગ

સાથે જ ડેપ્યુટેશન પર આવી રહેલા આઇપીએસ અધિકારીઓના વધી રહેલા વર્ચસ્વની પણ વિરુદ્ધમાં તેઓ છે. આ વિરોધ પ્રદર્શનો ઓલ એક્સ પેરામિલિટરી ફોર્સ વેલફેર એસોસિએશનના બેનર હેઠળ આયોજીત કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આંદોલનથી કેન્દ્ર સરકાર પર ભીંસ વધશે.

ભૂખ હડતાળનો નિર્ણય લેશે અર્ધસૈન્ય દળના જવાનો 

આ સંગઠનના સચિવ રણબીરસિંહે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર લાંબા સમયથી અમારી માગણીઓ પર ધ્યાન નથી આપી રહી. હવે જો સરકાર અમારી માગણીઓ નહીં સાંભળે તો ૧૨મી નવેમ્બરથી દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ કરીશું. ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં પણ આ કાયદાને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે સરકાર તરફથી કોઇ જ યોગ્ય જવાબ ના મળતા અંતે ભૂખ હડતાળનો નિર્ણય લેવો પડી રહ્યો છે