Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ‘Remember, Eid will also come’, Nitesh Rane flares up as he throws eggs in the procession of Ganesh idol

VIDEO: ‘યાદ રાખો, ઈદ પણ આવશે’, ગણેશ પ્રતિમાના સરઘસમાં ઈંડા ફેંકાતા નિતેશ રાણે ભડક્યા

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશ પ્રતિમાના આગમનના સરઘસ દરમિયાન ઈંડા ફેંકવાની ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ઘટનાને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હિન્દુ તહેવારો અને ગણેશોત્સવના જુલૂસ દરમિયાન પથ્થર કે ઈંડા ફેંકવાની ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

App Store

મળતી માહિતી મુજબ, મઝગાંવમાં ગણેશ પ્રતિમાને પંડાલ તરફ લઈ જતી વખતે એક ઈમારત પરથી જુલૂસ તરફ ઈંડા ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને પોલીસે કેસ પણ નોંધ્યો છે.

નિતેશ રાણેની આકરી પ્રતિક્રિયા

મંત્રી નિતેશ રાણેએ કહ્યું કે હિન્દુ તહેવારોનો વિરોધ કોઈ પણ રીતે સ્વીકારવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો ગણેશોત્સવના જુલૂસ પર પથ્થર કે ઈંડા ફેંકવામાં આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

રાણેએ વધુમાં કહ્યું કે જો હિન્દુ તહેવારો દરમિયાન આવી ઘટનાઓ બનશે તો ‘યાદ રાખો, ઈદ પણ આવશે’. તેમણે મુહર્રમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કાયદો માત્ર હિન્દુઓએ જ માનવાનો નથી.

તેમણે ભગવદ્‌ગીતાનો ઉલ્લેખ કરીને ધર્મની રક્ષા અંગે પણ નિવેદન આપ્યું. રાણેએ કહ્યું કે સરકાર આવી ઘટનાઓને સહન નહીં કરે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગણેશોત્સવ માટે મોટા પાયે તૈયારીઓ

મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવને લઈને મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં 14 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થવાનો છે. મુંબઈમાં જ 10 હજારથી વધુ ગણેશ પંડાલ બનવાની શક્યતા છે, જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં લાખો ગણેશ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે.

મઝગાંવની ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.