Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rekha Gupta gets Z category security, know how Delhi CM's security is in this category

રેખા ગુપ્તાને મળી Z કેટેગરીની સુરક્ષા, જાણો આ કેટેગરીમાં કેવી રીતે થાય છે દિલ્હી CMની સુરક્ષા

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2025
લાઇવ ટીવીGoogle News
રેખા ગુપ્તાને મળી Z કેટેગરીની સુરક્ષા, જાણો આ કેટેગરીમાં કેવી રીતે થાય છે દિલ્હી CMની સુરક્ષા

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આ સાથે તેમની સુરક્ષા માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસ Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડશે. શપથ લીધા પછી તરત જ રેખા ગુપ્તાને Z કેટેગરીની સુરક્ષા મળશે.

App Store

રેખા ગુપ્તાના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. શપથ લીધા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને Z કેટેગરીની સુરક્ષા હેઠળ 2 PSO અને 1 એસ્કોર્ટ વાહન મળશે, જેમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. રેખા ગુપ્તાના ઘરે 4 પોલીસકર્મીઓ, પાછળ 4 પોલીસકર્મીઓ અને 2 કમાન્ડો હાજર રહેશે.

શું છે Z કેગેટરીની સુરક્ષા

Z કેગેટરીની સુરક્ષા દિલ્હી પોલીસ, ITBP અથવા CRPFના જવાનો અને એક એસ્કોર્ટ કાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ દેશની ત્રીજી સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે. Z કેગેટરીની સુરક્ષામાં 4થી 6 NSG કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કૉર્ટના 12 કમાન્ડો, વાચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 ટ્રેંડ ડ્રાઇવર રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે.

Z શ્રેણીની સુરક્ષામાં કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સાથે 22 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ હેઠળ એક ખાનગી વ્યક્તિ સુરક્ષા કવચ પૂરું પાડે છે. દેશના ઘણા VVIP નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ અને ખેલાડીઓને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી

રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. તેમના પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભાજપના ચોથા મુખ્યમંત્રી પણ બનશે. તેમના પહેલા મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ ભાજપ તરફથી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આજે રેખા ગુપ્તા દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.