VIDEO: ગાઝિયાબાદમાં ૪ વર્ષની બાળકી પર દુષ્કર્મ: સારવાર નકારનાર હોસ્પિટલોને સુપ્રીમ કોર્ટે ₹૧૨ લાખનો દંડ
સોર્સ : gstv
ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ચાર વર્ષની માસૂમ બાળકી અચાનક ગુમ થઈ ગઈ. લાંબી શોધખોળ બાદ તે બેભાન અને લોહીથી લથપથ હાલતમાં મળી આવી. તેના પર દુષ્કર્મ થયો હતો. પિતા તેને લઈને ખાનગી હોસ્પિટલો પહોંચ્યા, પરંતુ ત્યાં સારવારનો ઇનકાર કરવામાં આવ્યો. અંતે સરકારી હોસ્પિટલમાં તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરાઈ….સુપ્રીમ કોર્ટે બે ખાનગી હોસ્પિટલોને જવાબદાર ઠેરવીને પિતાને કુલ 12 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.... કોર્ટે ડોક્ટરોને કહ્યું કે જો તમે ફરજ ન બજાવો તો તમને ડૉક્ટર કહેવાનો કોઈ અધિકાર નથી.... કોર્ટ આવા કેસ માટે માર્ગદર્શિકા પણ જારી કરી શકે છે.

