VIDEO: મૌરાદાબાદમાં રામગંગા-કોસીના જળસ્તરમાં વધારો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મૌરાદાબાદ જિલ્લામાં સતત પાણીની આવકના કારણે રામગંગા અને કોસી નદીઓના જળસ્તરમાં ભારે વધારો નોંધાયો છે. નદીઓની સપાટી ભયજનક સ્તરે પહોંચવાના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારો જળમગ્ન બન્યા છે, જેનાથી સ્થાનિક લોકોના જનજીવન પર વિપરીત અસર પડી છે. રહણાંક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નદીના કાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

