Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ramanujan Award conferred on Indian Mathematician Mahesh Kakade for Number Theory

ભારતીય ગણિતશાસ્ત્રી મહેશ કાકડેને નંબર થિયરી માટે એનાયત કરાયો રામાનુજન પુરસ્કાર

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય ગણિતશાસ્ત્રી મહેશ કાકડેને નંબર થિયરી માટે એનાયત કરાયો રામાનુજન પુરસ્કાર
સોર્સ : gstv

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુના પ્રોફેસર અને ભારતીય ગણિતશાસ્ત્રી મહેશ કાકડેને સંખ્યા સિદ્ધાંત (Number Theory) ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ વિકાસશીલ દેશોના યુવા ગણિતશાસ્ત્રીઓ માટેનો વર્ષ ૨૦૨૬નો 'રામાનુજન પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે.

App Store

આ પુરસ્કાર ઈન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ (ICTP) અને ઈન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે. તે ૪૫ વર્ષથી ઓછી વયના એવા ગણિતશાસ્ત્રીઓને બિરદાવે છે જેમણે વિકાસશીલ દેશોમાં રહીને ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય કર્યું હોય.

બીજગણિતીય સંખ્યા સિદ્ધાંત (Algebraic Number Theory) ક્ષેત્રે પાયાના સંશોધન માટે કાકડેને આ સન્માન મળ્યું છે; ખાસ કરીને સંખ્યાઓનું વર્તન કેવું હોય છે અને વિવિધ ગાણિતિક સંરચનાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, તેને લગતી મહત્ત્વપૂર્ણ સમસ્યાઓ ઉકેલવા બદલ તેમને ઓળખ મળી છે.

બીજગણિતીય સંખ્યા સિદ્ધાંત શું છે?

સરળ શબ્દોમાં કહીએ તો, નંબર થિયરીએ સંખ્યાઓ અને તેમના ગુણધર્મોનો અભ્યાસ છે. બીજગણિતીય સંખ્યા સિદ્ધાંત આ સંશોધનને વધુ આગળ લઈ જાય છે અને છુપાયેલી પેટર્ન તેમજ સંરચનાઓ શોધે છે, જેનાથી જાણી શકાય કે સંખ્યાઓ શા માટે ચોક્કસ પ્રકારે વર્તે છે.

પ્રોફેસર કાકડેનું એક મોટું યોગદાન ‘ઇવાસાવા થિયરી’નામના ક્ષેત્રમાં છે. મૂળભૂત રીતે, આ સિદ્ધાંત દર્શાવે છે કે જ્યારે સંખ્યાઓ વધુને વધુ જટિલ પ્રણાલીઓમાં વિસ્તરે છે ત્યારે ગાણિતિક પેટર્ન કેવી રીતે બદલાય છે.

કાકડે એવા પરિણામો અને તારણો વિકસાવ્યા છે જેમણે ગણિતશાસ્ત્રીઓને આ પરિવર્તનો સમજવામાં મદદ કરી છે, ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં આ પ્રણાલીઓ સરળ કે ધારણા મુજબનું વર્તન ન કરતી હોય.

આ ઉપરાંત, તેમણે ગ્રોસ-સ્ટાર્ક (Gross-Stark) અને બ્રુમર-સ્ટાર્ક (Brumer-Stark) અનુમાનો (conjectures) માં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ એવાં વર્ષો જૂનાં ગાણિતિક વિચારો અને ધારણાઓ છે જે સંખ્યા સિદ્ધાંતના દેખીતી રીતે અલગ લાગતા વિવિધ ક્ષેત્રોને પરસ્પર જોડે છે.