VIDEO: રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે નવા CEOની જાહેરાત કરી દેવાઈ છે. નવા CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર અંતિમ મહોર લાગી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં મંદિર વહીવટની મુખ્ય જવાબદારીઓ સંભાળશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા CEOની સત્તાવાર જાહેરાત પહેલાં ટ્રસ્ટમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા સભ્યોમાં અયોધ્યાથી મદન મોહન પાંડે, દિલ્હીથી મહેશ ભાગચંદકા અને શિકોહાબાદથી નિર્મલા યાદવનો સમાવેશ થાય છે. ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા તેમજ વિમલેન્દ્ર મોહનના નિધન બાદ ટ્રસ્ટમાં 3 પદો ખાલી પડ્યા હતા. નવા બનેલા ટ્રસ્ટીઓ પૈકી મહેશ ભાગચંદકા અશોક સિંઘલના સંબંધી છે, જ્યારે મદન મોહન પાંડે હાઈકોર્ટમાં મંદિર પક્ષ તરફથી વકીલ રહી ચૂક્યા છે. આ ત્રણેય નવા સભ્યો ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

