VIDEO: રામગોપાલ યાદવ, ધનરાજ નથવાણીએ સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી ફોર્મ
સોર્સ : gstv
લખનઉમાં સમાજવાદી પાર્ટીના બે રાજ્યસભા ઉમેદવાર રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નાથવાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન સપા નેતાઓએ પાર્ટીના ત્રણેય ઉમેદવારો જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સપા નેતા રવિદાસ મહરોત્રાએ કહ્યું કે પાર્ટી ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. તેમણે ભાજપ સાથે કોઈ ગઠબંધન કે અંડરટેબલ સમજૂતી ન હોવાનો દાવો કર્યો હતો. મહરોત્રાએ કહ્યું કે ભાજપમાંથી કોઈ ધારાસભ્ય સપાના સંપર્કમાં આવીને પાર્ટીને તોડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં મદદ કરે તો તે મોટી સિદ્ધિ ગણાશે. રાજ્યસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય હલચલ વચ્ચે સપાના આ નિવેદનથી ત્રીજા ઉમેદવારને લઈને ચર્ચા તેજ બની છે.

