‘PoKનું ભારતમાં વિલય થઇ જશે’, લોકસભા ચૂંટણી પહેલા રાજનાથ સિંહનું નિવેદન ચર્ચામાં

Rajnath Singh On POK-China: લોકસભા ચૂંટણી પહેલા પાક અધિકૃત કાશ્મીર (PoK)ને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટો દાવો કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે, જલ્દી PoKનો ભારતમાં વિલય થવાનો છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર રાજનાથ સિંહે તેનું કારણ પણ જણાવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે PoKના લોકો ખુદ ભારતમાં વિલયની માંગ કરી રહ્યાં છે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે PoKનો ભારતમાં ખુદ જ વિલય થઇ જશે.
‘PoK અમારૂ હતું, છે અને રહેશે’
રાજનાથ સિંહે કહ્યુ કે PoK અમારૂ હતું અને અમારૂ જ રહેશે. કાશ્મીરને લઇને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા રાજનાથ સિંહે કહ્યું કે શું તે ક્યારેય કાશ્મીર લઇ શકે છે? તેમણે PoK વિશે ચિતિંત હોવું જોઇએ. મે લગભગ દોઢ વર્ષ પહેલા કહ્યું હતુ કે તેની કોઇ જરૂરીયાત નથી કે અમારી પર હુમલો કરીને કબ્જો કરી લે. અસલમાં ત્યા એવી સ્થિતિ બની રહી છે કે ગુલામ કાશ્મીરના લોકો ખુદ ભારતમાં વિલયની માંગ કરી રહ્યાં છે.
રાજનાથ સિંહે કહ્યું- ભારત જવાબ આપશે
રાજનાથ સિંહે ભારતની સુરક્ષાની દ્રષ્ટિથી કોઇ પણ રીતની સ્થિતિ બનવા પર જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપતા કહ્યું કે અમે કોઇ પણ દેશ પર હુમલો કરવા નથી જઇ રહ્યાં. ભારતનું ચરિત્ર છે કે તે દુનિયાના કોઇ પણ દેશ પર ક્યારેય હુમલો નથી કરતું, ના તો તેને કર્યું છે. જોકે, જો કોઇએ તેની પ્રતિષ્ઠા પર હુમલો કર્યો તો ભારત જડબાતોડ જવાબ આપશે.
ચીનને પણ આપી સલાહ
એમ પૂછવામાં આવતા કે જો ચીન ભારત પર હુમલો કરે છે તો ભારત શું કરશે? જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે ભગવાન તેમણે આવી ભૂલ ના કરવાની સદબુદ્ધિ આપે, તેમણે કહ્યું કે જો કોઇ દેશખ અમારી પર હુમલો કરે છે તો અમે તેને નહીં છોડીયે પરંતુ આ પણ સત્ય છે કે પોતાના તમામ પાડોશીઓ સાથે અમારા સારા સંબંધ છે, તેમણે આ વાત પર ભાર આપ્યો કે ભારત ચીનથી પેદા થનારા કોઇ પણ ખતરા સામે લડશે, તેમણે કહ્યું કે ભારત દુનિયાનું એક શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું છે.

