VIDEO: નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ગુજરાતમાં યોજવા મુદ્દે રાજ ઠાકરેના પ્રહાર
સોર્સ : gstv
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ 72 વર્ષમાં પહેલીવાર દિલ્હીની બહાર ગુજરાતના કેવડિયામાં યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને MNS પ્રમુખ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે મુંબઈના મહત્વને ઘટાડવાના પ્રયાસો બાદ હવે દિલ્હીના મહત્વને પણ ઓછું કરવાની કોશિશ થઈ રહી છે. તેમણે સવાલ કર્યો કે સમારોહ માટે ખાસ ગુજરાતની જ પસંદગી કેમ કરવામાં આવી? રાજ ઠાકરેએ કહ્યું કે જો સ્થળ બદલવું જ હતું તો મુંબઈ અથવા ફિલ્મ નિર્માણમાં અગ્રેસર મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કે તેલંગાણાને કેમ પસંદ કરવામાં ન આવ્યા? તેમણે કેન્દ્ર સરકારના નિર્ણય પાછળના કારણો પર પણ સવાલ ઉઠાવ્યા છે.

