Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RAIN AT Ramnagari Ayodhya after scorching heat

VIDEO: રામનગરી અયોધ્યામાં લાંબા સમયના ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રામનગરી અયોધ્યામાં લાંબા સમયના ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ આજે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. અચાનક વાતાવરણ પલટાતા સમગ્ર પંથકમાં શીતલ લહેર પ્રસરી ગઈ છે. વરસાદને કારણે અયોધ્યાનું તાપમાન ઘટ્યું છે, જેનાથી રામલલાના દર્શને આવેલા હજારો શ્રદ્ધાળુઓએ મોટી રાહત અનુભવી છે. આહલાદક વાતાવરણ અને ઠંડા પવનો વચ્ચે ભક્તોનો ઉત્સાહ બમણો થયો છે. યાત્રિકો હવે ગરમીની ચિંતા વગર ભક્તિભાવ સાથે દર્શનનો આનંદ માણી રહ્યા છે. સમગ્ર અયોધ્યા નગરીમાં હાલ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store