VIDEO: ચંદૌસીમાં ઘી ફેક્ટરી પર દરોડો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદૌસી વિસ્તારમાં મોલાગઢ ખાતે આવેલી વૃંદાવન ધામ ઘી ફેક્ટરી પર અન્ન સુરક્ષા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી નકલી અને ભેળસેળયુક્ત દેશી ઘી બનાવવા માટે વપરાતું રિફાઇન્ડ ઓઇલ, વનસ્પતિ, કૃત્રિમ એસેન્સ, રંગ તેમજ કેટલાક ખતરનાક રસાયણો મળી આવ્યા હતા.ટીમે સ્થળ પરથી ૧૧ શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે અને તેનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારાઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી

