VIDEO: સીજેપી પ્રદર્શનમાં પોલીસની કાર્યવાહી મુદ્દે રાહુલે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો
સોર્સ : gstv
વિરોધીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર જારી રાખતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સામે પેલેટ ગન અને ટીયર ગેસના ઉપયોગને લઈને સવાલો કર્યા. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને તેમણે પૂછ્યું કે શું અમિત શાહે નીટ પેપર લીક વિરોધમાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ બળના ઉપયોગની મંજૂરી આપી હતી. પત્રમાં રાહુલે આ કાર્યવાહીને બર્બર હુમલો ગણાવી મહિલા પ્રદર્શનકારીઓ પર નિશાન બનાવવા અને સાદા કપડામાં લોકોની તૈનાતી અંગે જવાબ માગ્યો છે

