Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul-Priyanka's convoy stopped at Ghazipur border,

'હું એકલો જઈશ, તમારી કારમાં જઈશ...', ગાઝીપુર બોર્ડર પર અટકાવતા રાહુલે પ્રશાસનને કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
'હું એકલો જઈશ, તમારી કારમાં જઈશ...', ગાઝીપુર બોર્ડર પર અટકાવતા રાહુલે પ્રશાસનને કરી અપીલ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંભલ જવા રવાના થાય હતા. તેમનો કાફલો યુપીના ગેટ પર પહોંચી ચૂક્યો હતો. તેમની સાથેના પ્રતિનિધિમંડળમાં વાયનાડથી નવા ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાનો સમાવેશ થાય છે. રાહુલ પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યો હતો. 

App Store

સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે બાદ ત્યાં હિંસામાં પાંચ લોકો માર્યા ગયા હતા. ત્યારપછી સંભલમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. મંગળવારે સંસદમાં આ મુદ્દો ગુંજ્યો હતો. અગાઉ સોમવારે, એનસીના પ્રદેશ પ્રમુખ અજય રાય અને તેમના અન્ય નેતાઓને પોલીસ પ્રશાસન દ્વારા સંભલ જતાં રોકવામાં આવ્યા હતા. વિપક્ષી નેતા માતા પ્રસાદ પાંડેની આગેવાની હેઠળના સપાના પ્રતિનિધિમંડળ પર પણ લખનૌમાં આ જ કારણસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંભલ પ્રશાસને અહીં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગાઝીપુર બોર્ડર પર કારમાંથી ઉતર્યા રાહુલ ગાંધી

લોકસભાના નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગાઝીપુર બોર્ડર પર છે, જ્યાં અન્ય કોંગ્રેસ નેતાઓ સાથે હિંસાથી પ્રભાવિત સંભલ જતાં રોકવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે રાહુલ ગાંધીને સંભલ  જતાં રોકવા માટે હાઇવે પર બેરીકેટ્સ જામ કરવામાં આવ્યા છે. સમગ્ર હાઇવે પર વાહનવ્યવહાર બંધ છે. લોકો પણ ભારે હાલકીનો સામનો કરી રહ્યા છે. 

પોલીસે NH-9ને પણ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. બોર્ડર પર રાહુલ ગાંધી કારમાંથી બહાર આવ્યા છે.

હું તમારી કારમાં જઈશ

દિલ્હી-યુપી બોર્ડર પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, પોલીસની કારમાં જ અમરામાંથી પાંચ લોકોને સંભલ લઈ જાઓ. આ પછી રાહુલ ગાંધીએ પોલીસ પાસે માંગ કરી છે કે તેમને એકલા જવા દેવામાં આવે. તેમણે પોલીસને કહ્યું, "હું તમારી કારમાં જઈશ, પણ મને લઈ જાઓ." રાહુલની આ માંગને પ્રશાસન હજુ સુધી સહમત નથી થયું અને રાહુલના કાફલાને ઉત્તર પ્રદેશ બોર્ડર પર રોકી દેવામાં આવ્યો છે.

લોકસભાના નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સંભલ જવાની સૂચના મળતા જ બુધવારે સવારથી  ટોલ પ્લાઝા પર પોલીસ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું .  પોલીસે ટોલ પરથી પસાર થતાં દરેક વાહનોને રોકીને તલાશી લીધી હતી. ત્યારબાદ જ તેમને તેમના ગંતવ્ય સ્થાને જવા દેવામાં આવ્યા હતા. જિલ્લા કોર્ટના આદેશ બાદ જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. 24 નવેમ્બરે સંભલમાં ભારે હિંસા થઈ હતી જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. એસપી સહિત અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. વિપક્ષ પીડિત પરિવારોને મળવા સંભલ જવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ સંભલ પ્રશાસને કલમ લગાવી છે.

સંભલમાં 138 BNSનો અમલ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની સંભલની મુલાકાત અંગે સંભલના એસપીએ જણાવ્યું હતું કે, "તમામ જનપ્રતિનિધિઓને 10 ડિસેમ્બર સુધી સંભલ ન આવવા વિનંતી કરવામાં આવી છે. આ સંદર્ભે તેમને એક સંદેશ મોકલવામાં આવ્યો છે. તેઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. સંભલમાં 138 BNSનો અમલ છે. મને આશા છે કે તેઓ અહીં શાંતિ જાળવવામાં અમને સહકાર આપશે.