VIDEO: CWC બેઠકમાં રાહુલ ગાંધીની નેતાઓએ કરી પ્રશંસા
સોર્સ : gstv
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક નેતાઓએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. નેતાઓએ SIR પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અંગે સમયસર અવાજ ઉઠાવવા બદલ રાહુલ ગાંધીની સરાહના કરી હતી. બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પંચની કામગીરી અંગે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને વધુ મજબૂતીથી આગળ વધારવા અપીલ કરી હતી. એક નેતાએ આ લડાઈનું શ્રેય રાહુલ ગાંધીને આપ્યું ત્યારે રાહુલ ગાંધીએ તેનો શ્રેય કોંગ્રેસને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિના તેમની કોઈ ઓળખ નથી. બેઠક દરમિયાન પાર્ટીની આગામી રણનીતિ અને SIR મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

