VIDEO: રાહુલ ગાંધીએ કહ્યા 'ગદ્દાર દોસ્ત', કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ પલટવાર કરીને કહ્યું તેઓ 'દેશના દુશ્મન'
સોર્સ : GSTV
આજે સંસદના દરવાજા પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે કોંગ્રેસના સાંસદોએ પ્લેકાર્ડ પકડીને સંસદના દરવાજા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ એકબીજાની સામ સામે આવી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને "વિશ્વાસઘાત મિત્ર" પણ કહ્યા
રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોની પ્રશંસા કરી, પરંતુ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને "વિશ્વાસઘાત મિત્ર" પણ કહ્યા. ત્યારબાદ બિટ્ટુએ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી અને તેમને દેશના દુશ્મન ગણાવ્યા.
કોણ છે બિટ્ટુ?
ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહેલા રવનીત સિંહ બિટ્ટુ પહેલી વાર 2009માં આનંદપુર સાહિબથી લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે 2014 અને 2019માં લુધિયાણાથી જીત મેળવી હતી. ખાલિસ્તાન તરફી કટ્ટરપંથીઓના કટ્ટર ટીકાકાર ગણાતા બિટ્ટુ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

