Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Rahul Gandhi behaves like a 'tapori'', Kangana heaps praise on Priyanka Gandhi

VIDEO : 'ટપોરી' જેવો વ્યવહાર કરે છે રાહુલ ગાંધી', કંગનાએ પ્રિયંકા ગાંધીના કર્યા ભરપેટ વખાણ 

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : pti

ભાજપ સાંસદ કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. કંગના રનૌતે ભારપૂર્વક જણાવ્યું છે કે રાહુલ ગાંધીનું વર્તન અયોગ્ય છે. તેમણે દાવો કર્યો છે કે, જ્યારે તેઓ ગૃહમાં પ્રવેશ કરે છે ત્યારે મહિલા સાંસદો અસ્વસ્થતા અનુભવે છે. જ્યારે અન્ય લોકો ઇન્ટરવ્યુ આપી રહ્યા હોય ત્યારે રાહુલ ગાંધી હૂટિંગ કરે છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે તેઓ લોકો સાથે અસંસ્કારી અને અપમાનજનક રીતે વાત કરે છે. તે જ સમયે કંગના રનૌતે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમની પાસેથી બોધપાઠ લેવો જોઈએ. 

App Store

રાહુલ ગાંધીએ કંગનાને ટપોરી કહ્યા

જ્યારે કંગના રનોતને પૂછવામાં આવ્યું કે જે પ્રકારે બ્યુરોક્રેટ્સે એક પત્ર લખ્યો છે જેમાં એમ કહેવાયું છે કે રાહુલ ગાંધીનું જે આચરણ છે, પાર્લામેન્ટમાં જે એટિટ્યૂડ છે તે યોગ્યન થી. તેના ઉપર તમે શું કહેશો? તેણીએ જવાબ આપ્યો, "હા, બિલકુલ. અમે સ્ત્રીઓ તેમની હાજરીમાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવીએ છીએ કારણ કે તેઓ ગૃહમાં પ્રવેશ કરે છે અને બિલકુલ 'ટપોરી'(શેરીના ગુંડા) જેવું વર્તન કરે છે. તેઓ કોઈપણ અને દરેક સાથે અસંસ્કારી, ઉદ્ધત સ્વરમાં વાત કરે છે. જો કોઈ ઇન્ટરવ્યૂ આપી રહ્યું હોય તો તેઓ તેમના પર હૂટિંગ કરે છે.

રાહુલે પ્રિયંકા પાસેથી શીખવું જોઈએ: કંગના

જોકે, કંગના રનૌતે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીના વર્તનની પ્રશંસા કરી. કંગનાએ ટિપ્પણી કરી કે, રાહુલ ગાંધીએ તેમની બહેન પાસેથી શીખવું જોઈએ, તેમનું બિહેવિયર કેટલું સારું છે, પરંતુ રાહુલ ગાંધી પોતે શરમજનક વ્યક્તિ છે.